આરોગ્ય સેતુ એપ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, સિક્યોરિટી-પ્રાઇવેસી પર વ્યક્ત કરી ચિંતા

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ દરમિયાન મોદી સરકાર દ્વારા લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશનને મોબાઇલમાં ડાઉનલોડ કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર સવાલો ઉઠાવ્યા છે.

આરોગ્ય સેતુ એપ્લિકેશનને ખાનગી અને સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત બનાવવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુ એપ પર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટના માધ્યમથી કહ્યું કે આ એપ્લિકેશન ડેટા સુરક્ષા અને ગોપનીયતા અંગે ચિંતાઓ ઉભી કરે છે.

 રાહુલ ગાંધીએ કહ્યું, ‘આરોગ્ય સેતુ એપ્લિકેશન એક જટિલ મોનિટરિંગ સિસ્ટમ છે, જે કોઈ ખાનગી ઓપરેટરને આઉટસોર્સ છે. જેમાં સંસ્થાકીય દેખરેખ નથી. આ ગંભીર ડેટા સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓ ઉભી કરે છે. ટેક્નોલોજી આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે, પરંતુ ભયનો ઉપયોગ નાગરિકોની સંમતિ વિના તેને ટ્રેક કરવા માટે ડરનો ફાયદો ઉઠાવવો જોઇએ નહી.
Read More : http://sandesh.com/rahul-gandhi-raises-questions-on-arogya-setu-app-expresses-concern-over-security-privacy/?fbclid=IwAR1FYZ7FM4lEmc6QZzF4lPpL3sHXr7uPvANjk3ddYOKezzftD9yQi1ASpSE