અમદાવાદનાં સફાઇકર્મીનું કોરોનાને કારણે મોત, સરકાર 25 લાખની સહાય અને નોકરી આપે : કૉંગ્રેસ
શ્વિક મહામારી કોરોના વાયરસની સામે જંગ લડવા અનેક કોરના વોરિયર્સ મેદાનમાં ઉતર્યા છે. આ જ પ્રકારની જંગ લડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના બહેરામપુરા, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઇ બાબુભાઇ પરમાર, સફાઈ કામદારની ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગતા દુ:ખદ અવસાન પામેલ છે. ત્યારે તેમના પરિવારને સમયસર મદદ મળી રહે તે માટે ગુજરાત વિધાનસભાના વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને તેમના પરિવારના વારસદારને 25 લાખની સહાય અને નોકરી આપવા ભલામણ કરવામાં આવી છે.
શૈલેષ પરમારે પોતાના આ પત્રમા જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. કોરોના વાયરસ સામે ખાસ કરીને આરોગ્યના કર્મચારીઓ, પોલીસ જવાનો. સફાઈ કર્મચારીઓ પોતાના અને પરીવારના જોખમ હોવા છતા સિપાહી તરીકે સેવામાં કાર્યરત છે. તેવામાં આવા કોઈ કર્મચારીનું કોરોનાના કારણે દુખ:દ અવસાનના કિસ્સામાં સરકારે તેમના વારસદારને રૂ. 25લાખની સહાય ચુકવવાની જાહેરાત રજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે.
Read More : https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-ahmedabad-municipal-corporation-worker-died-due-to-coronavirus-should-get-compensation-says-congress-kp-979081.html