આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી અમિત ચાવડા : 03-04-2020
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોના સામેની લડત અને સંઘર્ષમાં જોડાયું છે. તા. ૩૦મી જાન્યુઆરીના રોજ WHO દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી કે, કોરોના વાયરસથી સતર્કતા રાખવાની જરૂરીયાત છે. સરકારની આ પહેલી ભૂલ થઈ કે, આ એડવાઈઝરીને ગંભીરતાથી લઈને જે પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ દેશમાં આવે એના પેસેન્જરોની એરપોર્ટ પર જ ચકાસણી કરવામાં આવી હોત, ટેસ્ટીંગ કરવામાં આવ્યા હોત. ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હોત તો કોરોના વાયરસને દેશમાં પ્રસરતો અટકાવી શક્યા હોત.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો