ભાજપે રાજનીતિ અને અપરાધિકારણનું સંયોજન કર્યું છે – જયરાજસિંહ : 24-01-2020

  • ભાજપમાં જે રીતે આગ અને ભડકા થઈ રહ્યા છે તે જોતાં વિજયભાઈ રૂપાણીએ હેલીકોપ્ટર ના બદલે ફાયર ફાઈટર ખરીદવાની જરૂર હતી- જયરાજસિંહ
  • તીડ ભગાડવા થાળી વગાડનાર જીતુ વાઘાણીને જગાડવા અને રૂપાણીજીને ભગાડવા ભાજપના જ ધારાસભ્યો થાળીઓ ખખડાવી રહ્યા છે- જયરાજસિંહ
  • મધુભાઈ શ્રીવાસ્તવ પક્ષ માટે જેલમાં ગયાની વાત કરે છે તો ભાજપ એમના નેતાઓને એવા કયા કામ સોંપે છે તો નેતાઓએ જેલ માં જવું પડે એ સ્પષ્ટ કરે – જયરાજસિંહ
  • સત્તાપક્ષના ધારાસભ્યોને જ મંત્રીઓ અને અધિકારીઓ ના ગાંઠતા હોય તો સામાન્ય પ્રજા ની હાલત શું હશે? જયરાજસિંહ
  • ભાજપે રાજનીતિ અને અપરાધિકારણનું સંયોજન કર્યું છે – જયરાજસિંહ

ભારતીય જનતા પક્ષના સંગઠન અને સરકારની હાલત એક સાંધે ને તેર તુટે એવી થઈ છે. એમાંય વિજયભાઈ રૂપાણી એ ટવેન્ટી ટવેન્ટી રમવાની જાહેરાત કરી ત્યારથી ભાજપ પ્રીમિયર લીગ ફોર્મમાં આવી ગઈ  છે. સૌ જાણે જ છે કે ખરેખર તો વિજયભાઈ બારમા ખેલાડી હતા પણ સીલેક્શન કમીટીએ પક્ષપાત કરી ઉપકપ્તાન ને પડતાં મુકી સીધા તેમને કેપ્ટન બનાવી દીધા. બસ, ત્યારથી જ આ મેચ રસપ્રદ બની છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note