વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે : 11-01-2020
વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડૉ મનિષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો