ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ કરતા કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશી : 02-01-2020
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું કામ પૂર્ણ કરી શકી નથી. છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપની ભ્રષ્ટાચારી નીતિઓનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. વિરમગામ તાલુકાની ૬૦૦ વીઘા જેટલી જમીનમાં તંત્રના પાપે પાણી ઘુસી જતા ખેતી – ખેતપેદાશ ધોવાઈ ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયુ જેના માટે જવાબદાર ભાજપ સરકારના ભ્રષ્ટ સિંચાઈ વિભાગ – નર્મદા વિભાગ ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ કરતા કોંગ્રેસ નેતા ડૉ. મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો