કિસાન કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોએ કૌભાંડનો કર્યો પર્દાફાશ : કોંગ્રેસ : 31-12-2019
- ખેડૂતોની પાક વીમાની તથા તેના અખતરાની સર્વેની સાચી માહિતી આપવામાં દેશની એકતા અને અખંડિતતા કઈ રીતે જોખમાય છે તે સરકાર જણાવે : અમીત ચાવડા
- સરકાર જો ખરેખર ખેડૂતોનો હિત ઈચ્છતી હોય અને થયેલ નુકસાનનું સાચુ વળતર ચૂકવવા માંગતી હોય તો ગામેગામ પંચાયત ઘરોમાં કાપણીના ખતરાઓના સાચા દસ્તાવેજો ખેડૂતોને આપે : અમીત ચાવડા
- પ્રધાનમંત્રી પાકવીમા યોજનામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો : કોંગ્રેસ
- કિસાન કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોએ કૌભાંડનો કર્યો પર્દાફાશ : કોંગ્રેસ
- મેંદરડાના અમરગઢ ગામમાં વર્ષ 2018નો પાકવિમો 91.54% ની જગ્યાએ 1.48% આપી કરાયો મોટો ભ્રષ્ટાચાર : કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કુદરતી આફતો જેવી કે કમોસમી વરસાદ, અતિવૃષ્ટી અને સાથેસાથે ઋતુઓમાં થતા ફેરફાર તથા તીડ આક્રમણ જેવી અનેક કુદરતી આપદાનો ગુજરાતનો ખેડૂત સામનો કરી રહ્યો છે. ગુજરાતમાં ૫૪ લાખ કરતા પણ વધુ ખેડૂતો જુદી જુદી આફતોથી પીડાઈ રહ્યો છે. ગુજરાતમાં સીમાંત અને નાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. પોતાનો પાક નિષ્ફળ જવાથી અનેક ખેડૂતો આપઘાત પણ કરી ચુક્યાં છે. નાનો અને સિમાંત ખેડૂત પોતાના પાક માટે પાક ધિરાણ લે છે સામે ધિરાણ લેનારને ફરજીયાત વીમાનું કવચ હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો