ભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના રિપોર્ટમાં ફૂટી ગયો. : 27-12-2019

  • ભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના રિપોર્ટમાં ફૂટી ગયો.
  • શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય પાછળના નાણાં અન્ય હેતુ માટે ખર્ચવાના કારણે આ સ્થિતીનું નિર્માણ થયું છે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે : દેશના ટોપ ૧૦ માં સ્થાન નહી.
  • ભાજપ સરકારની જાહેરાત – સુત્રોમાં જ ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ.

‘ગુડ ગર્વનન્સ’ ના ભારત સરકારના અહેવાલમાં કુલ નવમાંથી પાંચ કેટેગરીમાં ગુજરાત ટોપ ૧૦માં પણ સમાવેશ થતો નથી. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણમાં સમગ્ર દેશના મોટા રાજ્યમાં ૧૧માં ક્રમે અને સામાજીક કલ્યાણમાં ૧૨માં ક્રમાંકે છે જે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે. ભાજપ સરકારના વિકાસના નામે મોટા મોટા દાવા ‘ગુડ ગર્વનન્સ’ ના અહેવાલથી પર્દાફાશ થયો છે જેની જવાબદારી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને હાલના મુખ્યમંત્રીશ્રી સ્વિકારે તેવી માંગ કરતા ગુજરાત કોંગ્રેસના નેતા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note