તાજેતરમાં રાજકોટ ખાતે ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં મોટા પાયે વચેટીયા : 18-12-2019
તાજેતરમાં રાજકોટ ખાતે ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં મોટા પાયે વચેટીયા અને અધિકારીઓની સાઠગાંઠનાં પર્દાફાશ પછી પણ રાજ્યના અન્નનાગરિક પુરવઠા મંત્રી અને ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. રાજકોટ ખાતે પર્દાફાશ કૌભાંડમાં ભેજ, માટી અને ગુણવત્તાના નામે મગફળી રીજેક્ટ કરવામાં આવે અને તે રીજેક્ટ થયેલ મગફળીનો જથ્થો સ્વિકારવા ચોક્કસ મળતીયા અધિકારી સાથે વાતચીત કરે અને નિશ્ચીત રકમ નક્કી થાય તુરત જ રીજેક્ટ મગફળીના જથ્થાને મંજુરી આપીને ટેકાના ભાવે ખરીદવામાં આવે, વચેટીયા અને અધિકારીઓની ગોઠવણ અંગે ભાજપ સરકારના મોટા માથાના આશીર્વાદથી રાજ્યવ્યાપી કૌભાંડ અંગે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી લાભાર્થી ન હોય તો જવાબ આપે તેવી માંગ કરતા કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો