પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને ગુજરાત કિસાન કોંગ્રેસની કારોબારી અને જીલ્લા પ્રમુખશ્રીઓની મીટીંગ : 18-12-2019

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને આજરોજ ગુજરાત કિસાન કોંગ્રેસની કારોબારી અને જીલ્લા પ્રમુખશ્રીઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઈન્ડિયા કિસાન કોંગ્રેસના વાઈસ ચેરમેનશ્રી સુરેન્દ્રભાઈ સોલંકીએ હાજરી આપી હતી. રાજ્યમાંથી વિવિધ જીલ્લાના કિસાન કોંગ્રેસના આગેવાનો અને કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ-સાત વર્ષથી શ્રી રાહુલજી ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને દેવા નાબૂદી, લોન – સબસીડી માટે આંદોલન કરતાં આવ્યા હતા તેથી તાજેતરમાં કોંગ્રેસમાં નવી તાકાત અને બળ મળેલ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોના પ્રશ્નો માટે સરકારે નમતુ જોખવુ પડ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note