ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદવાદ ખાતે યોજાયેલ જનવેદના આંદોલન : 30-11-2019
ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદવાદ ખાતે યોજાયેલ જનવેદના આંદોલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આજે છિન્નભિન્ન દશામાં છે, રોજગાર સર્જન મુર્છીતાવસ્થામાં છે. અર્થતંત્ર અને કૃષિવિકાસ વેન્ટીલેટર પર છે. ડૂબતું અર્થતંત્ર, ઘટતી બચત, ધંધા-રોજગારો બંધ થવાની સ્થિતિ અને બેંકોની છેતરપીંડી ચરમસીમાએ છે. આ બધી બાબતો ભાજપ સરકાર હેઠળ ભારતીય અર્થતંત્રની કફોડી સ્થિતિનો નિર્દેશ આપે છે. વર્તમાન સરકારને લોકતંત્રમાં વિશ્વાસ રહ્યો નથી. આર.એસ.એસ.ના રીમોટથી ભાજપ સરકાર ચાલી રહી છે. જો આર.એસ.એસ.માં દમ હોય તો ભાજપનું મુખૌટુ હટાવીને પોતે રાજકીય પાર્ટી તરીકે ચુંટણી લડે છે. કોંગ્રેસના નેતાઓએ ત્યાગ, બલિદાન, કુરબાની દ્વારા ભારત દેશને અખંડ રાખવાનું કામ કર્યું છે. લોકતંત્રમાં ઝૂકવું પડે છે, લોકોના આશીર્વાદ લેવા પડે છે. ભાજપ સત્તાનો ઘમંડ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો