ઇતિહાસ નહિ રચનારા લોકો ઇતિહાસ ભૂંસવા માંગે છે- જયરાજસિંહ : 21-11-2019
- યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ” ગુજરાતની રાજકીય ગાથા” પુસ્તક ભાજપના મુખપત્ર સમાન- જયરાજસિંહ
- ” ગુજરાતની રાજકીય ગાથા ” પુસ્તક મોદીજીના રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે- જયરાજસિંહ
- ગુજરાતની રાજકીય ગાથા જ જયારે ગવાતી હોય ત્યારે બે હજાર લોકોનો જીવ લેનાર ગધરાકાંડ, સત્તાની ભાગબટાઈ માટે સર્જાયેલ ખજુરિયા સત્તાકાંડ, આત્મારામકાકાનો ધોતિયાકાંડ, અટલજીનો રાજધર્મ, કચ્છનો જાસૂસીકાંડ,નલિયાકાંડ, અમિત જેઠવા હત્યાકાંડ કેમ ભુલાયા ? જયરાજસિંહ
- ગોધરાકાંડમાં કોંગ્રેસનો હાથ કઈ રીતે એ સત્તાધીશોએ સાબિત કરવું પડશે નહીંતર કોંગ્રેસ કાયદેસરની કાર્યવાહી કરશે – જયરાજસિંહ
- ગોધરાકાંડમાં સજા ભાજપના, વિએચપી અને બજરંગદળના નેતાઓને થઇ તો કોંગ્રેસનો હાથ કેવી રીતે ? જયરાજસિંહ
- ભાજપ પાસે પ્રચાર કે અપપ્રચાર માટે ખુદ મોદીજી ,ટીવી,રેડીયો, સોસીયલ મીડિયાની ટ્રોલ ગેંગ, સંઘ, સાધુઓ, સાધ્વીઓ તથા ચાંપલુસ લાભાર્થી અભિનેતાઓ , કેટલાક પદ્મશ્રી વાંછુ લેખકો અને પત્રકારો જેવી આઉટ સોર્સીંગ એજન્સીઓ હોવા છતાં આ પસ્તી છાપવાની શી જરૂર પડી ? જયરાજસિંહ
- સરકાર આવા પૂર્વગ્રહયુક્ત પુસ્તકો છાપી
- ને ગુજરાતના યુવાધનને કલેક્ટર ,ડોક્ટર . એન્જીનીયર કે વકીલ બનાવવાના બદલે ભાજપ ભક્ત બનાવવા માંગે છે – જયરાજસિંહ
- ઇતિહાસ નહિ રચનારા લોકો ઇતિહાસ ભૂંસવા માંગે છે- જયરાજસિંહ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો