ગુજરાત વિધાનસભા છ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર : 24-10-2019
ગુજરાત વિધાનસભા છ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા એ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મુલ્ય આધારીત રાજનીતીની એક રાહ ચિંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે કોંગ્રેસના કાર્યકરોનો પણ ખુબ ખુબ આભાર કે એમણે અનેક સંઘર્ષ વચ્ચે લોભ, લાલચ અને દબાણની સરકારની નીતિ વચ્ચે પણ મક્કમતાથી કોંગ્રેસની વિચારધારાને જનજન સુધી પહોંચાડી છે અને જે વિસ્તારોમાં જે ઉમેદવારોએ પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બન્ને વિસ્તારો રાધનપુર અને બાયડમાં પ્રજાએ એમને ભારે મતોથી જાકારો આપ્યો છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો