પ્રજાને પારાવાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે કોંગ્રેસે શરૂ કરેલ મીસકોલ ને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ મળ્યો. : 17-09-2019
- પ્રજાને પારાવાર મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે કોંગ્રેસે શરૂ કરેલ મીસકોલ ને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ મળ્યો.
- રાજ્યમાં ટ્રાફીકના નિયમોમાં મોટા દંડ અને વાસ્તવિક તકલીફો અંગે રાજ્યના ૧,૨૬,૩૫૦ નાગરીકોએ મીસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો.
દેશમાં મોટર વ્હિકલ એક્ટ હેઠળ વિવિધ નિયમોના ઉલંઘન બદલ ૪૦૦ ટકા થી ૯૦૦ ટકા જેટલા ભારેખમ દંડ સામે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં સામાન્ય નાગરિકો – વાહન ચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરીકો પર સરકારે વિચાર્યા વિના દંડની ભારેખમ રકમો થોપી દિધી છે અને બીજી બાજુ વ્યવસ્થાતંત્રનો મોટા પાયે અભાવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નાગરિકો માટે સરળતાથી લાયસન્સ મળે, પી.યુ.સી. સરળતાથી મળે, રોડ – રસ્તા પરના ખાડાઓ દુર થાય અને વાહન ચાલકો સરળતાથી પોતાના વાહનને સલામત ચલાવી શકે તે વ્યવસ્થાતંત્ર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કમનસીબે સરકારે નિયમો પાળવા નહી અને પ્રજા પર જંગી દંડ ફટકારીને સુરાતન દેખાડવુ તે લોકતંત્ર માટે કેટલે અંશે વ્યાજબી ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો