પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી માટે કાયદાના કોઈ નિયમો લાગુ પડે છે કે નહીં તેવો પ્રશ્ન પુછતા ડૉ. મનિષ દોશી : 17-09-2019

પ્રજા માટે આકરા દંડ અને મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી માટે ઉપયોગમાં લેવાતા વાહનોને વીમાની મુદત પુરી થઈ ગઈ છે અથવા તો વીમો જે તે વાહનનો નથી. ત્યારે સામાન્ય નાગરીક હજારો રૂપિયાનો દંડ ભોગવે અને સરકારમાં બેઠેલા ઉચ્ચ પદના વ્યક્તિઓ માટે નિયમ જેવી કોઈ વાત નહી આ કેટલા અંશે વ્યાજબી ? સરકારની સત્તાવાર “એમપરીવહન” એપ્લીકેશનમાં રાજ્યના મુખ્યમંત્રી માટે GJ-18-G-9081, સ્કોરપીયો ડી.જી.પી. ગાંધીનગરના નામે ૧૧ એપ્રિલ ૨૦૧૪માં નોંધાયેલ છે. જે ગાડીનો ઈન્સ્યોરન્સ ૧૦ એપ્રિલ, ૨૦૧૫ સુધીજ વેલીડ છે. જ્યારે વડાપ્રધાનશ્રીના કાફલા માટે DL-2CA-X2988, ટોયેટો લેન્ડ ક્રુઝર એસ.પી.જી. ના નામે ૧૩ જુલાઈ, ૨૦૧૭ નોંધણી થયેલ છે. જે ગાડીનો ઈન્સ્યોરન્સ “નોટ એપ્લીકેબલ” દર્શાવે છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી માટે કાયદાના કોઈ નિયમો લાગુ પડે છે કે નહીં તેવો પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note