૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી : 20-08-2019
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનોને સંબોધન કરતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે સાથે સાથે ૨૧મી સદીના સ્વપ્ન દ્રષ્ટા અને યુવાનોના આદર્શ રાજીવજીના ૭૫મી જન્મ જયંતીની ઉજવણીની આજથી શરૂઆત થઈ રહી છે. આ બન્ને કાર્યક્રમોને લઈને દેશને સાંપ્રત પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે જન જન સુધી પહોંચવુ પડશે. દરેક યુવા પેઠીને મહાત્મા ગાંધી અને રાજીવ ગાંધી ના વિચારો – દિશાઓથી લોકોને જોડવા પડશે. આખા વર્ષના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યાં છે. અને રાજીવજીના એકે એક કાર્યો, તેમના શાસન કાર્યકાળના નિર્ણયોને લોકો સુધી લઈ જવા માટે આખા ગુજરાતના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો