મુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં સરકારની વહિવટી નિષ્ફળતાઓ મોટા પાયે ખુલ્લી પડી. : 08-08-2019
- મુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં સરકારની વહિવટી નિષ્ફળતાઓ મોટા પાયે ખુલ્લી પડી.
- ગાંધીનગરમાં એરકન્ડીશન ચેમ્બરમાં આદેશની જાહેરાતો અનેક, પણ સ્થાનિક કક્ષાએ નાગરિકોને પારાવાર મુશ્કેલી : જાહેરાતો વહીવટી ફાઈલોમાં દબાઈ ગઈ.
- દારુ – જુગારના અડ્ડા, મહિલાઓની છેડતી, ગેરકાયદેસર બાંધકામ સહિતના અનેક સમસ્યાઓ મુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં નાગરિકોએ રજુ કરી.
મુખ્યમંત્રીના ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં આજરોજ રાજ્યના નાગરિકોએ ખાસ કરીને મહિલાઓએ દારુ – જુગારના ઠેર ઠેર અડ્ડાઓ, મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો ત્રાસ, પોલીસની સદંતર નિષ્ક્રિયતા, સામાન્ય કામ માટે પણ વહિવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જેવી અનેક બાબતો – સમસ્યાઓ રજુ કરી ગાંધીનગરમાં એરકન્ડીશન ઓફીસમાં બેસીને સબ-સલામત ની ગુલબાંગો ફેકનાર ભાજપ સરકાર શિક્ષણ, આરોગ્ય, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, ખેડૂતો, ખેતી, ગ્રામ્ય વ્યવસ્થા, રોજગાર સહિતના મુદ્દે સદંતર નિષ્ફળ ગયાની હકિકતો અંગે આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો