કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રીમતિ શીલા દિક્ષીતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલિ : 20-07-2019
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા દિલ્હીના ૧૫ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સફળ શાસન આપનાર શ્રીમતિ શીલા દિક્ષીતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, સ્વ. શીલા દિક્ષીત સરળ, મૃદુભાષી, સોમ્ય પ્રકૃતીના સંવેદનશીલ વ્યક્તી હતા. નાનામાં નાના કાર્યકરને આત્મિયતાથી પ્રોત્સાહન પુરૂ પાડતા હતા. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન તરીકે, મુખ્યમંત્રી તરીકે સફળ શાસન અનુભવની સાથે સંગઠનમાં પણ જીવનની અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહ્યા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો