શ્રી લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાના થયેલ દુઃખદ નિધન : 18-05-2019
મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિતભાઈના પુત્ર વિશાલ કગથરા સહિત ૩ દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો