સામાજીક નવચેતના અને વ્યસન મુક્તિ માટે સમગ્ર જીવણ ખર્ચી દેનાર સદારામ બાપુની પાલખી : 15-05-2019
સામાજીક નવચેતના અને વ્યસન મુક્તિ માટે સમગ્ર જીવણ ખર્ચી દેનાર સદારામ બાપુની પાલખી યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સેવાના ભેખધારી અને સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન માટે સતત કાર્યરત એવા સદારામ બાપુના સ્વર્ગવાસથી ગુજરાતે સંત પુરૂષ ગુમાવ્યા છે. સદારામ બાપુના સેવાયજ્ઞ અને તેમણે કરેલા સત્કાર્યોને આપણે સૌ આગળ વધારીએ અને જે વ્યસન મુક્તિ માટે સદારામ બાપુએ ધૂણી ધખાવી હતી તે પ્રજ્વલિત રાખીએ અને વ્યસન મુક્ત ગુજરાતનાં નિર્માણ માટે પ્રતિબદ્ધતાથી કામ કરીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો