૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે…… ભ્રષ્ટાચારની કેનાલોમાં…? : 02-05-2019
- ૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે…… ભ્રષ્ટાચારની કેનાલોમાં…?
- ભાજપ સરકારના મળતિયાઓ-આશીર્વાદથી ૧૦ હજાર કરોડનો પાણીનો ગેરકાયદેસર વેપાર ચલાવી રહ્યા છે
- ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે
રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ સમગ્ર રાજ્યના લોકોની સાથે પશુધન અને પક્ષીઓ તેમજ અન્ય જીવોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ભાજપ સરકાર ૧૮ વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે. ૨૦૧૮માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે ભ્રષ્ટાચારની કેનાલોમાં…? તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2018માં એટલે કે ગત વર્ષે 11 હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. જે અગાઉ પાણી ની જે જળ સંગ્રહ ક્ષમતા હતી તેનાથી દોઢ ગણી વધારી હતી. 32 નદીઓને પુનઃ જીવંત કરવામાં આવી હતી, તો 13000 તળાવને ઊંડા કરવામાં આવ્યા હતા, જ્યારે 5500 કિલોમીટરની નેહરોની સાફ-સફાઈ કરી હતી, તેમજ પાઈપોના જે પાણી લીકેજ હતા તે પણ બંધ કરી દીધા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો