કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢતાં : 19-04-2019
કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક, યુવા નેતાશ્રી હાર્દિક પટેલ પર થયેલા હિંસક હુમલાને વખોડી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ, મોંઘા શિક્ષણ, ડોનેશન લુંટ, સરકારી નોકરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતી, ફીક્ષ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટપ્રથાથી થતાં આર્થિક શોષણ, ખેડૂતોના ન્યાય માટે લડત આપતાં સામાજીક આંદોલન દ્વારા યુવા નેતાશ્રી હાર્દિક પટેલ અને તેમના સાથીદારો મદદકર્તા પર સરકારે સતત દમન ગુજાર્યું. સતત ખોટા કેસ કર્યા, લાંબા સમય જેલમાં પૂરી દીધા છતાં, શ્રી હાર્દિક પટેલ સમાજના ન્યાય માટે સતત સંઘર્ષ કર્યા. ભાજપ સરકારે અનેક રીતે આંદોલન તોડી પાડવા વિવિધ કારનામાં કર્યા. તે સમયે પણ, શ્રી હાર્દિક પટેલને હેરાન કરાયા. કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ પણ, ભાજપ સરકાર સતત શ્રી હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષના પ્રચાર-પ્રસારથી દુર રાખવા કારનામાં-કાવતરા કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો