પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી કપિલ સિબ્બલ : 19-04-2019
આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણાને હિસાબી નાણામાં ફેરવી શક્યા. જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી. નોટબંધીથી અમીરોને કેવી રીતે લાભ થયો તે અમે આજે આપને બતાવીશું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો