ભાજપે ફરી એક વખત રજુ કર્યું ઝુમલાપત્ર : 08-04-2019

  • ભાજપે ફરી એક વખત રજુ કર્યું ઝુમલાપત્ર
  • ૧૨૫ કરોડની જનતા, ૧૨૫ જુઠ્ઠા વચનોનો ભાજપ પાસે જવાબ માંગે છે

૨૦૧૪ ની લોકસભા ચૂંટણી સમયે યુવાનો માટે દર વર્ષે ૨ કરોડ રોજગાર, ખેડૂતોની આવક બમણી, અર્થતંત્રને મજબૂત સહિત અનેક વચનો આપનાર ભાજપ-મોદી સરકારે દેશના કરોડો યુવાનો, ખેડૂતો, મહિલાઓ સહિત સામાન્ય-મધ્યમવર્ગની જનતા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે ભાજપે પાંચ વર્ષમાં પ્રજાને સતત અન્યાય કર્યો છે. ૧૨૫ કરોડની જનતા ૧૨૫ જુઠ્ઠા વચનોનો ભાજપ પાસે જવાબ માંગે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ભાજપાના ફરી એક વખત ઝુમલાપત્ર પર આકરાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બે કરોડ રોજગારી દર વર્ષે આપવાની, એટલે કે પાંચ વર્ષમાં દસ કરોડ, ઉલ્ટાનું ચાર કરોડ સિત્તેર લાખ નોકરીઓ જતી રહી. (NSSO સર્વે), બરોજગારીની ટકાવારી ૪૫ વર્ષમાં સૌથી વધુ છે અને યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note