રાજ્યની ભાજપ સરકારે લેખાનુદાન હોય કે પુરુ બજેટ હોય હંમેશા ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ : 19-02-2019

રાજ્યની ભાજપ સરકારે લેખાનુદાન હોય કે પુરુ બજેટ હોય હંમેશા ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ફરી એક વખત મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરીને સરવાળારૂપી આંકડાઓ દેખાડી રજુ કરવામાં આવેલ લેખાનુદાન બજેટ પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, એકદમ ચીલા ચાલુ રૂટીન પ્રકારનું લેખનું દાન ચાર માસ માટે નાણામંત્રી એ વિધાનસભામાં પ્રસ્તુત કર્યું. કોઈ નવી યોજના કે નવા પ્રોજેક્ટની કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી નથી. માત્રને માત્ર ખાલી વાતો કરીને સરકારે પોતાની પ્રસંસા કરવાનું પ્રયોજન આ બજેટ દ્વારા કર્યું. કેન્દ્ર સરકારના બજેટમાં ખેડૂતો માટેની જે ઈનપુટ સહાયની વાત કરવામાં આવી છે. જેમાં મોટો દાવો કરીને ગુજરાતના ૪૦ લાખ ખેડૂતોને લાભ મળશે. તેવું કહ્યું પરંતુ વાસ્તવમાં રોજના રૂ. ૧૭ લેખે જુજ આ સહાય ખેડૂત વર્ગની મજાક સમાન છે. તેમ છતાં ગુજરાતના નાણામંત્રી તેમાં પોતાની બડાઈ હાંકવાનું ચુકતા નથી. શિક્ષણ પાછળ ફક્ત ૨% થી ઓછો ખર્ચ ૨૦૧૨ થી ૨૦૧૯ સુધી કરવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note