દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં : 03-02-2019

દેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્રારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. દેશમાં અને ગુજરાતની હજારો કોલેજોમાં આ યોજના હેઠળ કોર્ષ શરૂ થયા છે. પરંતુ કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓને રોજગારી મળતી નથી. રોજગારી આપવામાં આ યોજના નિષ્ફળ નિવડી છે. એઆઈસીટીઈના આંકડાએ જ આ યોજનાની પોલ ખોલી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note