“જુમલા સરકારનું અંતિમ જુમલા બજેટ” : 01-02-2019

રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકારો સાથે કેન્દ્ર સરકારના બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,

“જુમલા સરકારનું અંતિમ જુમલા બજેટ”

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ કિસાનો હિત દેવું માફ કરવાની વાત કરી રહ્યા છે. ખેડૂતોનું દેવું ૧૧,૬૮,૦૦૦ કરોડ હોવાનું સરકારે સંસદમાં સ્વીકાર્યું હોવા છતાં ભાજપા દ્વારા ૨ હેક્ટર જમીન ધરાવતાં ખેડૂતોને મહીને ૫૦૦ રૂપિયા દિવસના ૧૬.૫૦ પૈસાની સહાય જાહેર કરી ખેડૂતોની મજાક ઉડાવી છે.

કિસાનોની લાગત પર બમણી આવક આપીશું ની વાત પણ આજે જુમલો સાબિત થઈ છે. કિસાનોની લાગત પર ૫૦% આવક આપવા માટે નાણાકીય કોઈ જોગવાઈ પણ જણાતી નથી.

  • બેરોજગારો માટે કોઈ આયોજન નથી. સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવા સુશોભિત વાક્યોથી જુમલા કરનાર સરકારના રાજમાં બેરોજગારી પાછલા ૪૫ વર્ષમાં રેકોર્ડ વધરો બેરોજગારોમાં થયેલ છે.

નવી રોજગારીની તકો ઉભી કરવાના બદલે નવીન સ્થાપનારી કંપનીઓ પર ૨૫% કોર્પોરેટ ટેક્ષ નાખવામાં આવ્યો.

આ પરથી સરકારની સ્કિલ મિશન યુવા બેરોજગારોને ભજીયા-પકોડા તળવા સિવાય કોઈ વિકલ્પ બચવા દીધો નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note