પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા : 29-01-2019
લઘુત્તમ આવકની બાંહેધરીથી સામાજિક ન્યાય કાયદો દરેક નાગરિકને દેશની સામૂહિક સંપત્તિમાં તેનો હિસ્સો મળશે. દેશના તમામ નાગરિકો માટે એક પાયાનું જીવન ધોરણ સુનિશ્ચિત બનશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી હંમેશા જે વચન આપશે તેનું પાલન કરશે અને તેના ભાગરૂપે રાજ્સ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબમાં ખેડૂતોના દેવામાફી કરવામાં આવી છે. જો ૨૦૧૯ માં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો દેશના દરેક ગરીબ નાગરિકને લઘુત્તમ આવકની બાંહેધરી આપશે. અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લઘુતમ આવકની બાંહેધરીની કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ કરેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસ આવકારે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો