સેવાના વારસાને ભુંસી નાખીને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની ૧૧૫૫ પથારીની સગવડતા ઘટાડીને ૫૦૦ : 10-01-2019

  • સેવાના વારસાને ભુંસી નાખીને ગરીબો અને મધ્યમ વર્ગ માટેની ૧૧૫૫ પથારીની સગવડતા ઘટાડીને ૫૦૦ પથારી કરવાનું હીન કૃત્ય અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના શાસકો કરી રહ્યા છે: શ્રી અર્જુન મોઢવાડિયા
  • માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગાંધી-સરદારના સેવા કામોને ભુંસી નાખીને ઉદ્દઘાટનમાં પોતાના નામોની તકતીઓ લગાવવાની ઉતાવળમાં છે
  • ગરીબો માટે ૧૧૫૫ પથારીઓ વી. એસ. બોર્ડ હેઠળ રાખીને પોતાની ભુલ ભાજપ શાસકો સુધારી લે અથવા તો કોંગ્રેસની આગેવાની હેઠળ ઉદ્દઘાટન સમયે વિરોધનો સામનો કરવા તૈયાર રહે

સરદાર પટેલ સાહેબની પ્રેરણા અને પરિશ્રમ તથા શેઠ વાડીલાલ સારાભાઈ પરિવારના રૂ.૪ લાખ તથા શેઠ ચુનીલાલ નગીનદાસ ચિનોઈના રૂ.૧.૨૦ લાખના સને ૧૯૨૬ માં મળેલા દાનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૨૦ હજારમાં ખરીદેલ ૪૦ હજાર વાર જમીન ઉપર ઉભી થયેલ ૧૨૦ પથારીની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિેટલ તથા શેઠ ચિનોઈ પ્રસુતી હોસ્પિટલ જે આજે વટવૃક્ષ બનીને ૧૧૫૫ પથારીની હોસ્પિટલ અને સંલગ્‍ન મેડીકલ કોલેજ બની ચુકી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Untitled 1