કેન્દ્રીય કેબીનેટ દ્વારા બિનઅનામત વર્ગને ૧૦ ટકા અનામત નિર્ણય અંગે : 07-01-2019
કેન્દ્રીય કેબીનેટ દ્વારા બિનઅનામત વર્ગને ૧૦ ટકા અનામત નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટેનો વિચાર UPA સરકારે કર્યો હતો. સરકાર બદલાતા કોંગ્રેસ અમલમાં ના મૂકી શકી. સાડા ચાર વર્ષથી NDA સરકાર છે. ત્યારે જાહેરાત કરી હોત અત્યારે અનામત મળતી થઈ ગઈ હોય. મોડે મોડે પણ સ્વીકાર કર્યો એને આવકારીએ છીએ. સંસદ નું સત્ર પૂરું થઈ રહ્યું છે આ ચૂંટણીલક્ષી જાહેરાત ના બની રહે. મત લેવા માટે જાહેરાત ના થાય અને સરકાર આવતીકાલે બિલ રજુ કરી પાસ કરાવે. શિક્ષણ અને રોજગાર બંને ક્ષેત્રોમાં અમલ થવો જોઈએ. માત્ર ચૂંટણી જીતવા માટે આ નિર્ણય ના રહે તેવી સરકાર પાસે અપેક્ષા છે. ખાલી જાહેરાત નહીં સાચા અર્થમાં લાભ મળવો જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો