ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રીશ્રીના રાજીનામાંની માંગ : 02-01-2019

  • ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રીશ્રીના રાજીનામાંની માંગ સાથે ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો સાથે રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયું

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગમાં હોવાના કરેલા નિવેદન હકીકતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપના ૨૩ વર્ષના શાસનનું સ્વીકારનામું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સરકારી કાર્યક્રમમાં જ સ્વીકાર્યું કે, “મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગ અને અન્ય વિભાગોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. પચ્ચીસ વર્ષ પહેલા આવું નહોતું” ત્યારે ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રીશ્રીના રાજીનામાંની માંગ સાથે ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો સાથે રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note