રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજ રોજ જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર : 26-12-2018
રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજ રોજ જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગમાં હોવાના કરેલા નિવેદન હકીકતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપના ૨૩ વર્ષના શાસનનું એકરારનામું હોવાનો ઉગ્ર પ્રત્યાઘાત આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ૨૩ વર્ષથી શાસન કરી રહેલ ભાજપાના ભ્રષ્ટાચારી મોડલ “ગામથી લઈને ગાંધનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી” ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીક એટલે કે હપ્તારાજ ચાલી રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો