જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં જંગી મતદાન કરીને કોંગ્રસ પક્ષને આપેલ જન આશીર્વાદ-જન સમર્થન બદલ મતદારોનો આભાર : 20-12-2018
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં જંગી મતદાન કરીને કોંગ્રસ પક્ષને આપેલ જન આશીર્વાદ-જન સમર્થન બદલ મતદારોનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, જસદણના મતદાતાઓએ વર્ષોથી કોંગ્રેસ પક્ષને જન આશીર્વાદ-જન સમર્થન આપી રહ્યા છે. આ વખતની પેટા ચૂંટણીમાં પણ જસદણના મતદાતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન અને મતદાનમાં પણ કોંગ્રેસ પક્ષને જન આશીર્વાદ-જન સમર્થન આપ્યા છે. જસદણમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયાના પંજાના નિશાન પર જસદણના મતદાતાઓએ કરેલ મતદાન બદલ કોંગ્રેસ પક્ષ જસદણના મતદાતાઓને અભિનંદન અને આભાર વ્યક્ત કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો