પાંચ રાજ્યોમાં કારમી હાર, જસદણની પેટા ચૂંટણીમાં શાખ બચાવવા મજબૂર થઈને વીજચોરીના નાણા માફ કરવાની ‘લોલીપોપ’ જાહેર કરી : 18-12-2018

  • પાંચ રાજ્યોમાં કારમી હાર, જસદણની પેટા ચૂંટણીમાં શાખ બચાવવા મજબૂર થઈને વીજચોરીના નાણા માફ કરવાની ‘લોલીપોપ’ જાહેર કરી
  • ઉર્જા મંત્રીશ્રી ગુજરાતના નાગરિકો, ખેડૂતો સાથે છેતરપીંડી કરવાનું બંધ કરે અને વીજ કંપનીઓની દ્વારા થતી લૂંટ, મોંઘી વીજળી અંગે ગુજરાતની જનતાને સત્ય જણાવે

રાજ્ય સરકાર દ્વારા વિજચોરીના નાણા માફ કરવાની મોટી મોટી જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ભાજપાના કારમા પરાજયથી બઘવાઈ ગયેલ, બેબાકળી ભાજપ સરકાર જસદણની પેટા ચૂંટણીમાં શાખ બચાવવા મજબૂર થઈને વીજચોરીના નાણા માફ કરવાની ‘લોલીપોપ’ જાહેર કરી છે. વિજચોરી અંગે વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે અનેક જૂના કેસોમાં વડી અદાલતમાં કાનૂની લડત ચાલી રહી છે. ત્યારે, આ વિજચોરીના નાણા માફ કરવાની જાહેરાત માત્રને માત્ર જસદણ પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને ઉતાવળે કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note