સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષ : 15-12-2018

સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮ આત્મહત્યા, ૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતાં વધુ ખૂન થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ થાય છે. ત્યારે ભ્રષ્ટાચાર એ.પી.સેન્ટર ગૃહ વિભાગ અને ભાજપ સરકારની સલામત ગુજરાતની ગુલબાંગોના પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને કેટલી છે તે તપાસનો વિષય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note