૯ લાખ જેટલા યુવાનો સાથે છેતરપીંડી અને ચેડાં કરતી ભાજપ સરકાર : 02-12-2018
- ૯ લાખ જેટલા યુવાનો સાથે છેતરપીંડી અને ચેડાં કરતી ભાજપ સરકારમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે.
- યુવાનોને થયેલ ખર્ચની રકમ પેટે દરેક પરીક્ષાર્થી દિઠ રૂ.૨૦૦૦ વળતર/સહાય તરીકે ડીઝીટલ પેમેન્ટ દ્વારા રાજય સરકાર તાત્કાલિક ચુકવણી કરે.
- ખોટા પ્રમાણપત્રો, નકલી પદવી, પરીક્ષામાં ગેરરીતિ, પેપર ફુટવા, મેરીટ યાદીમાં ગેરરીતિ સહિતના ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારનો શિષ્ટાચાર બની ગયો છે.
- ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગથી ગુજરાતના ૧૫ લાખ યુવાનોનું આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે.
- મધ્ય પ્રદેશની ભાજપ સરકારના વ્યાપમ કૌભાંડથી પણ એક હજાર ગણાં વ્યાપક કૌભાંડ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો