ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રૂ.૪૦૦૦ કરોડ રૂપિયા જેટલી ગેરરીતિકાંડ : 25-11-2018
ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રૂ.૪૦૦૦ કરોડ રૂપિયા જેટલી ગેરરીતિકાંડ મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં સ્વીકારેલ છે. વિધાનસભાના પટલ પણ મગફળી કૌભાંડ થયાનો ભાજપ સરકારે એકરાર કર્યો છે. રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડમાં મળતીયાઓને પકડીને જેલમાં પુરવાને બદલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મગરના આંસુ સારતા હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે ગત વર્ષે ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં દોષનો ટોપલો નાફેડ ઉપર ઠાલવવાનો ઢોંગ કરતી રાજય સરકારને આ વખતે નાફેડે ખરીદીમાં ભાગ લેવાની ના પાડતા મુખ્ય સચિવશ્રીએ બે કલાક બેઠક કરીને મનાવવાનો પ્રયાસ કરવો પડયો હતો. મગફળી ખરીદી સમયે કોંગ્રેસ પક્ષ અને અન્ય સંસ્થાઓએ ગેરરીતિ થાય છે તેવી વારંવાર રજુઆતો કરી તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા. ત્યાર બાદ કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા ગોડાઉન સળગાવવામાં આવ્યા, વેપારીઓએ મગફળી ખરીદવાની ના પાડી તેમ છતાં મુખ્યમંત્રીશ્રીએ મગર મચ્છોને શું કામ બચાવ્યા ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો