પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ‘ભાજપ કાર્યાલય’નાં બોર્ડ લગાવશે : 15-11-2018

  • ડીડીઓ રાજકીય પ્યાદું બનતા પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ‘ભાજપ કાર્યાલય’નાં બોર્ડ લગાવશે
  • સત્તા લાલચુ ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા અછત અંગે નિર્ણય કર્યા વિના ડીડીઓએ મુલત્વી રાખી રાજકારણ રમ્યાઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં જનાધાર ગુમાવી રહેલી ભાજપ સરકારે પંચાયત, પાલિકાથી લઈ ધારાસભ્યોનાં ખરીદ – વેચાણ સાથે વહીવટી તંત્રને પણ પ્યાદું બનાવી સત્તા જાળવવા માટે તેનાં કરાતાં દુરપયોગ સામે કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં ૫ સદસ્યો તોડીને ભાજપે સત્તા આંચકી લીધા બાદ આજે મળેલી સામાન્ય સભામાં અછત અને વિકાસ કામોની ચર્ચા – નિર્ણયો કરવાનાં બદલે ડીડીઓએ નિયમ વિરુદ્ધ મનસ્વી રીતે સભા મુલત્વી રાખી ભાજપનાં પદાધિકારી તરીકેની ભૂમિકા ભજવી છે. ડીડીઓની આ ગેરવર્તણૂક સામે પાટણમાં કોંગ્રેસ દ્વારા દરેક સરકારી કચેરીએ ભાજપ જિલ્લા – તાલુકા કાર્યાલયનાં બોર્ડ લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note