સરદાર પટેલની જન્મજયંતિ અને સ્વ.ઈન્દિરાજીની પૂણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમ : 31-10-2018

દેશમાં આજે પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદે માજા મૂકી છે, મોંઘવારી મોટો  પડકાર છે, સામાન્ય નાગરિક નિરાશ-નાસીપાસ થઈ અજંપો અનુભવી રહ્યો છે. ત્યારે સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનું સ્મરણ પ્રાસંગિક છે. લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબની જન્મજયંતિ અને લોખંડી મહિલા સ્વ.ઈન્દીરા ગાંધીની પુણ્યતિથી નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સરદાર સાહેબના ઐતિહાસિક તથ્યો સાથે વક્તવ્ય આપતા ભાવનગર યુનીવર્સીટીના પૂર્વ કુલપતિશ્રી ડૉ.વિદ્યુત જોષીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબ લોહ પુરૂષ, કુશળ સંગઠક, કડક વહીવટદાર હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note