કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી બાબુભાઈ બોખીરીયાના પુત્રોની ! : 26-10-2018
- પોરબંદર દૂધ સંઘના ખર્ચે અને જોખમે ઉભી થયેલી રૂ.૩૫ કરોડના કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી બાબુભાઈ બોખીરીયાના પુત્રોની !
- પોરબંદર દૂધ સંઘે, દૂધ ઉત્પાદકોને ભાવફેરનું ચુકવણું કરવાને બદલે રૂ.૧૨ કરોડ તથા રૂ.૨૪ કરોડની બેંક લોન અપાવી અને સરકારી સહાયના રૂ.૧૨ કરોડ જતા કર્યા ! કામધેનુના લાભાર્થે દુધ સંઘ રૂ. ૪૮ કરોડના ખાડામાં.
- કામધેનુ પાસે સંપત્તિ શુન્ય હોવાથી બાબુભાઈ બોખીરીયાના સુપુત્રોએ બેંકને રાજશાખા હોટેલ કું.ની ૩૦ હજાર મીટર જમીન તથા બીજા કુલ ૨૯ પ્લોટની ૪૨૩૨.૫૨ ચો.મી. જમીનના મોર્ગેજ દસ્તાવેજ કરી આપ્યા !
- પોરબંદર દૂધ સંઘમાં કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાનો “કોન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ”.
- વાઈસ ચેરમેન બાબુભાઈના ભાઈ, ડાયરેકટરો તરીકે જમાઈના ભાઈ, અંગત સચીવ તથા મળતીયાઓએ સાથે મળીને પુત્રોને રૂ. ૩૫ કરોડનો પ્લાન્ટ દૂધ સંઘના ખર્ચે અને જોખમે ઉભો કરી દીધો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો