ખેડૂતોની અમુલ્ય અમુલ બ્રાંડ બચાવવા તાત્કાલિક પગલાં લો. : 19-10-2018

  • પોરબંદર દુધ સંઘને બે લાખ લીટર ક્ષમતાનો પ્લાન્ટ બનાવવાની અમુલની મંજુરી, સંઘે કામધેનુ કંપનીને બેંક લોન સહિત રૂ.૩૬ કરોડ આપીને મફતમાં પ્લાન્ટ ઉભો કરાવી દીધો.
  • છોગામાં રૂ.૨.૪૪ પ્રતિ લીટર પ્રોસેસીંગ પેકેજીંગના ઠરાવીને રોજના રૂપિયા પાંચ લાખ કમાવી દેવાના કરાર કરી નાખ્યા !
  • કામધેનુને રૂ.૩૬ કરોડનો પ્લાન્ટ બનાવવા પોરબંદર દુધ સંધે રૂ. ૧૨ કરોડની સહાય અને ગેરેન્ટર બનીને રૂ. ૨૪ કરોડની લોન સ્ટેટ બેંકમાંથી અપાવી !
  • એક રૂપિયાની મુડી રોકાણ વગર કામધેનુએ પોરબંદર દુધ સંઘના ખર્ચે અને જોખમે રૂ. ૩૬ કરોડનો પ્લાન્ટ ઉભો કર્યો. પ્રતિદિન રૂપિયા પાંચ લાખનું કમીશન. સંઘ અને સરકારની મદદથી કામધેનુ કંપની દલા તરવાડી બની !
  • પોરબંદર સંઘે પોતાની માલીકીના પ્લાન્ટ બનાવવા માટે ભારત સરકારની રૂ. ૧૨ કરોડની RKVY યોજનાની સહાય જતી કરી. અમુલે પશુપાલકોને ભાવફેરના ચુકવવા આપેલ રૂ.૧૦.૯૧ કરોડ પોરબંદર દુધ સંઘે કામધેનુને આપી દીધા !
  • પોરબંદર સંઘના નિયામક મંડળ સામે કાર્યવાહી કરવાને બદલે અમુલ ઉપર દબાણ લાવવા સહકાર મંત્રીએ કામધેનુના પ્રતિનિધિ બાબુભાઈ બોખીરીયાની હાજરીમાં બે મીટીંગ બોલાવી !
  • કામધેનુના નિયામક મંડળ, તત્કાલીન સહકાર મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, રાજય રજીસ્ટ્રાર, ઓડીટર સહિતના સામે સહકારી કાનુન મુજબ બરતરફ અને નાણાં વસુલી કરવા તથા ઉચાપતનો કેસ નોંધવાની માંગ. કામધેનુનો પ્લાન્ટ જપ્ત કરીને પોરબંદર દુધ સંઘને હવાલે મુકો – અર્જુન મોઢવાડિયા.
  • ખેડૂતોની અમુલ્ય અમુલ બ્રાંડ બચાવવા તાત્કાલિક પગલાં લો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Annexure_1

Annexure_2