ભાજપ શાસકોની ખેડૂત વિરોધી નિતીના કારણે રાજ્યના લાખો ખેડૂતો આર્થિક પાયમાલીમાં : 16-10-2018

ભાજપ શાસકોની ખેડૂત વિરોધી નિતીના કારણે રાજ્યના લાખો ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે તમામ ક્ષેત્રમાં મોંઘવારી ભુસકેને ભુસકે આસમાને પહોંચી ગઈ છે.  ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં ગુજરાત સરકારનું પેટનું પાણી હાલતું નથી અને ખાતર સહિત બિયારણ, જંતુનાશક દવા સહિતના કૃષિ બાબતમાં અસહ્ય ભાવ વધારાના કારણે ખેડૂતને ખેત ઉત્પાદન અતિ મોંઘુ થયું છે અને બીજીબાજુ ખેતપેદાશોના ભાવ ન મળવાના કારણે અનેક ખેડૂતો આત્મહત્યા સુધીના અંતિમ પગલું ભરી રહ્યા છે પાકવીમાના રૂપિયા સમયસર મળતા નથી. તેમજ વિવિધ કૃષિ ધિરાણો સમયસર ન મળતા ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાત સરકાર સંવેદના ગુમાવી રહી છે. દયાહીન ગુજરાત સરકારને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યું છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note