સિંહ Schedule-1નું પ્રાણી હોવાં થી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે : 14-10-2018
સિંહ Schedule-1નું પ્રાણી હોવાં થી તેને સુરક્ષા પ્રદાન કરવી જરુરી બને છે. વાઈલ્ડ લાઈફ એક્ટ-૧૯૭૨ની રીતે જો Schedule-1નાં પ્રાણીને હેરાનગતિ કે નુકશાન પહોંચાડવા માં આવે તો એની માટે કડક માં કડક પગલા લેવા જોઈએ જેની સામે સરકારે વારંવાર ઘટનાઓ બની હોવા છત્તા ગંભીરતા દાખવી નથી. ગુજરાત સરકારે માત્ર કાગળ પર સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યાં, બોધપાઠ લઈ સિંહોનાં સંવર્ધન માટે કશુ જ કર્યું નથી. જેના કારણે ૨૩ સિંહોના મોત થયા છે ત્યારે ગુજરાતની શાન સમાં સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર વાસ્તવિક પગલાં લે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે વર્ષ 2007/2008માં ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીએ સિંહોનાં સંવર્ધન માટે એક ૫ વર્ષનો એક્શન પ્લાન સ્પેશિયલ પ્રોગ્રામ ચાલુ કર્યો. જેની માટે ૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા. તો સવાલ એ થાય છે, કે આટલા રૂપિયા ખર્ચ્યા તેં છતાં સિંહોના મોત કેમ થયા ? સુપ્રીમ કોર્ટ દ્રારા ૧૫ એપ્રિલ ૨૦૧૩નાં રોજ ચુકાદો આપવા આવ્યો કે સિંહને બીજુ ઘર આપવું. જેમા જંગલમાં રહેતાં લોકોને જંગલ બહાર મૂકવા અને જંગલને સિંહો માટે તૈયાર કરવું, એને ખોરાક મળી રહે માટે વ્યવસ્થા કરવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો