મહિલાઓની સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સરીઆમ નિષ્ફળ : 01-10-2018

  • મહિલાઓની સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સરીઆમ નિષ્ફળ
  • કાળજા કંપાવી દે તેવા બાળકીઓ પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે

ગુજરાતમાં છેલા ૨૩ વર્ષથી શાસન કરનારા ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં જે હદે બેદરકારી અને અસંવેદના દાખવી રહી છે ત્યારે હિંમતનગર અને સુરતની ઘટના નાની બાળકીઓ પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે. ગુજરાતની મહિલા – દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના  ધારાસભ્યોએ પુછેલા પ્રશ્ન સામે સરકારે આપલે જવાબમાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૩૯૪ બળાત્કારની ઘટનાઓ બની છે એટલે કે ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ – બેહન – દીકરી અત્યાચારનો – બળાત્કારનો ભોગ બની રહી છે. આ છે ભાજપ સરકારની મહિલા સુરક્ષા- સાલામતીના દાવાની અસલિયત…..!  છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પરના અત્યાચાર ખાસ કરીને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. સવાર પડે અને વર્તમાનપત્રો વાંચીએ અથવા તો ટીવી ચેનલમાં કાળજા કંપાવી દે તેવા મહિલા અત્યાચારના બનાવો બની રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિદ્રામાંથી જાગવાનું નામ લેતી નથી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note