‘અમુલ પેટર્ન’ને બદલે “કામધેનુ પેટર્ન”ની અમલવારી : 22-09-2018
ગુજરાતની ગૌરવ સમાન “અમુલ”ના વાર્ષિક રૂ.૪૧ હજાર કરોડના કારોબારનું ખાનગીકરણ કરીને રાજકીય ઓથવાળા નેતાઓને કમાવી આપવા ‘અમુલ પેટર્ન’ને બદલે “કામધેનુ પેટર્ન”ની અમલવારી કરવામાં આવી રહી હોવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં પર્દાફાશ કર્યો હતો. જેના પ્રત્યુતરમાં GCMMF ના ચેરમેનશ્રી રામસિંહભાઈ પરમારે આક્ષેપો રાજકારણ પ્રેરિત હોવાનું જણાવ્યુ હતું જ્યારે આ “કામધેનુ પેટર્ન”ના પ્રણેતા બાબુભાઇ બોખીરિયાએ આક્ષેપોના આરોપોના પુરાવાઓ આપશે તો જાહેર જીવન છોડી દઇશ તેવો કરેલો શ્રી બાબુભાઈ બોખીરીયાના આ પડકારને શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સ્વીકાર્યો છે. દસ્તાવેજો આપ્યા છે તેમાં જ દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગનું ખાનગીકરણ કરવાના ભાગરૂપે પોરબંદર દૂધ સંઘ અને કામધેનુ એન્ટમરપ્રાઈઝ વચ્ચે થયેલા દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગના રૂ.૨.૦૫/લિટરના દરો નક્કી કરતાં કરારની નકલ આપેલ છે. શ્રી બાબુભાઇ બોખીરીયાઅને સંઘના નિયામક મંડળને સંડોવતા દસ્તાવેજો ટૂંક સમયમાં હું બહાર પાડીશ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો