ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે “ખેડૂત આક્રોશ રેલી” : 17-09-2018
- આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે “ખેડૂત આક્રોશ રેલી”
“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે આવતીકાલે ગાંધીનગર, સત્યાગ્રહ છાવણીથી “ખેડૂત આક્રોશ રેલી” અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. મોંઘા બિયારણ, મોંઘુ ખાતર, મોંઘી વીજળી પછી ખેડૂતોને ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે તેમજ ખેડૂતોની માંગણીઓ જેવીકે દરરોજ ૧૬ કલાક વીજળી,ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ,પાક વીમાની ચુકવણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરનાર ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે “ખેડૂત આક્રોશ રેલી” સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો