રાફેલ વિમાનમાં 41,205 કરોડ વધુ કેમ ચૂકવાયા?
30 ઓગસ્ટ, 2018ના રોજ વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, AICCના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્ય રાજીવ સાતવજી, સહપ્રભારી બિશ્વરંજન મોહંતી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ‘શક્તિ સાથે જનમિત્ર સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વડોદરા સરકીટ હાઉસ ખાતે સવારે 11 કલાકે ભાજપ સરકારે રાફેલ વિમાન ખરીદીમાં રૂ. 41,205 કરોડ કેમ વધુ ચૂકવાયા? તે અંગે વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા ખાતે આગેવાનોને સંબોધતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્ય રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાં વિદ્યાર્થીસંઘની ચૂંટણીમા NSUIના નવા ચૂંટાયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપવાની સાથે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવાનોએ રાજનીતિમાં યોગદાન આપવું અને સમાજની સેવા કરવી આવશ્યક છે. વર્તમાન સમયમાં પ્રજાને કઈ કઈ મુશ્કેલીઓ અને હાલાકીઓ પડી રહી છે તે અંગે ખૂલ્લા મંચ ઉપર અભિપ્રાયો મેળવી જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને દેશમાં ભાજપના શાસનમાં શિક્ષણમાં બેફામ ફી વધારો, મહિલાઓના ઘરના ઘરનું સપનું, આરોગ્યની પાયાની સુવિધાઓ, પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારો વર્તમાન શાસકોની નીતિઓના લીધે આજે વડોદરા શહેરની પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી મુક્ત થવા આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓમાં મતાધિકારનો ઉપયોગ કરી એકમત થઈ આ ભાજપના સરમુખત્યારશાહી શાસનને દૂર કરવા આહવાન કર્યું હતું.
https://khabarchhe.com/news-views/politics/congress-held-jan-mitra-samvad-program