દિલ્હી હોય કે ગુજરાત, દરેક જગ્યાએ કૌભાંડોની સરકાર
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ બુધવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં સાતવે આક્ષેપ કર્યો હતો કે, દિલ્હી હોય કે ગુજરાત હોય, દરેક જગ્યાએ કૌભાંડની સરકાર ચાલે છે. રાફેલ વિમાન ડીલ સૌથી મોટું કૌભાંડ છે. કોંગ્રેસના સમયમાં જે વિમાન ૬૦૦ કરોડની આસપાસ ખરીદાવાના હતા તે કેન્દ્રની ભાજપ સરકારે ૧૬૦૦ કરોડમાં ખરીદ્યા છે. પ્રભારીએ કહ્યું કે, ફ્રાંસમાં રાફેલનો સોદો થયો ત્યારે સંરક્ષણ મંત્રી ગોવાના બજારમાં માછલીઓ ખરીદી રહ્યા હતા. કોઈને પૂછયા તાછયા વિના કરાયેલી આ ખરીદીમાં દેશના ખજાનાને હજારો કરોડનું નુકસાન થયું છે.ગુજરાતમાં મગફળીમાં ૪ હજાર કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ મુદ્દે આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ આક્રમકતાથી લડાઈ લડવાની છે. પાટીદાર આંદોલન અને ખેડૂતોના દેવામાફી વિશે તેમણે કહ્યું કે, દરેક વર્ગની માગણીઓ પર સરકારને ધ્યાન આપવાની જરૂર છે.
http://sandesh.com/delhi-has-k-gujarat-everyone/