પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજ્યપાલને આવેદનપત્ર આપી સરકાર પર ઉઠાવાયા સવાલો

કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે સરકારની તિજોરીમાંથી મગફળીનું કૌભાંડ થયું છે તેની તપાસ સીટીંગ જજની નિમણુંકથી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. સરકાર ખેડૂતો પ્રત્યે ઉદાસીન છે, તેમજ હાર્દિક પટેલ મુદ્દે જણાવ્યું હતું કે બંધારણ બંધારણને કોરાણે મૂકી સરકાર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા હાર્દિકને પોતાનો હક માંગતા રોકે છે. અનામતએ અઢારે વર્ણના લોકોનો હક છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ખેડૂતોને લઇ રસ્તા પર ઉતરી સરકારની નિષ્ફળતા લોકોમાં ઉજાગર કરશે તેમ પણ જણાવ્યું હતું.

https://mantavyanews.com/paresh-dhana-and-amit-chawda-have-submitted-a-memorandum-to-the-governor-asking-questions-related-to-the-government/