ઓઢવ વિસ્તારમાં આવાસનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો : 27-08-2018
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે એક ગરીબો માટેના આવાસનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને ૪ થી વધુ ઘાયલ થયા છે. ઓઢવ ખાતેના ગરીબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃખદ ઘટના અંગે પીડિત પરિવાર સહીત સ્થાનિક રહેવાસીઓના દુઃખમાં ભાગીદાર થવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ રૂબરૂ મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, ઓઢવ ખાતે ગરીબો માટેના ૮૪ બ્લોકોમાં ૧૩૪૪ જેટલા ઘરો છે. રૂબરૂ મુલાકાત દરમિયાન મોટા ભાગના બ્લોકો અને ઘરોની હાલત ગમે ત્યારે ધસી પડે તેવી છે. સ્થાનિક નાગરિકોએ વિવિધ બ્લોકોની જર્જરિત હાલત માટે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પણ કોર્પોરેશનના સત્તાધીશોએ ગરીબ નાગરિકોની વેદનાને ગંભીરતાથી કાને ધરી ન હતી. સ્થાનિક નાગરિકોએ શુક્રવારે રાત્રે દીવાલ પડતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં કોર્પોરેશનના સત્તાધીશોએ બીજા દિવસે જવાબદારીમાંથી છટકવા માત્ર નોટીસ આપી. રવિવારે રાત્રે ૧ બ્લોક ધસી પડતા એક વ્યક્તિનું મોત, ૪ થી વધુ ઘાયલ થયા છે. ઓઢવ વિસ્તારના ૮૪ બ્લોક લોકોના ૧૩૪૪ આવાસના બાંધકામમાં પ્રથમદર્શીય ગેરરીતી-ભ્રષ્ટાચાર જોવા મળે છે. ઠેર ઠેર ગંદકી અને ઉભરાતી ગટરો વચ્ચે સતત ભયથી ગરીબ પરિવારો જીવી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો